સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો, પેશગી પરનો વ્યાજ દર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત
નાણા વિભાગના વંચાણે લીધેલ ક્રમ (૨) પરના તા. ૩૧/૩/૨૦૦૦ ના ઠરાવથી સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો સંકલિત કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. ત્યાર બાદ વંચાણે લીધેલ ક્રમ (૪) પરના તા.૧/૪/૨૦૧૫ ના ઠરાવથી છઠ્ઠા પગારપંચને અનુલક્ષીને મકાન બાંધકામ પેશગીની મળવાપાત્ર મહત્તમ રકમ રૂ. ૧૫,૦૦,૦૦૦/- (રૂપિયા પંદર લાખ) નિયત કરવામાં આવેલ હતી. તેમજ વંચાણે લીધેલ ક્રમ (પ) પરના તા.૨૮/૦૪/૨૦૧૫ ના ઠરાવથી મકાન બાંધકામ પેશગી માટેના વ્યાજદર નિયત કરવામાં આવેલ હતા.
સાતમા પગારપંચના નવા પગાર ધોરણ ધ્યાને લઇ કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીની તથા તેના ઉપરના વ્યાજદરમાં સુધારો કરવા તથા મકાન બાંધકામ કેટલાક નિયમોમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે મકાન બાંધકામ પેશગી અંગે નીચેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે.
૧. મળવાપાત્ર મહત્તમ મકાન બાંધકામ પેશગી:
(૧) નવા મકાન (એ માટે માટે ખરીદી સહિત) કે ફ્લેટના કરવાના કરવાના હેતુ માટે સરકારી કર્મચારીના પગાર પંચના ધોરણે સરકારી કર્મચારીના ૩૪ (ચોત્રિસ) માસિક મૂળ પગાર મકાન/ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા રૂ .૨૫,૦૦,૦૦૦/- (રૂપિયા પચ્ચીસ લાખ) એ જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનું નિયત કરવામાં આવે છે.
(૨) બાંધેલા તૈયાર કે ફ્લેટની માલિકીના ધોરણે ખરીદ કરવાના માટે સાતમા પગાર પંચના ધોરણે સરકારી કર્મચારીના (ચોત્રીસ) માસિક મૂળ અથવા મકાન/ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનું નિયત કરવામાં આવે.
૨. મકાન બાંધકામ પેશગી માટેનો વ્યાજદર
(૧) વંચાણે લીધેલ ક્રમ (૫) પરના તા.૨૮/૦૪/૨૦૧૫ ના ઠરાવથી કરવામાં આવેલ વ્યાજદરના મકાન બાંધકામ પેશગી માટે વાર્ષિક વ્યાજદર ૭.૯% નિયત કરવામાં આવે છે.
(૨) વંચાણે લીધેલ ક્રમ (૧) પરના તા.૧૩/૧૦/૧૯૯૮ ના ઠરાવથી નોકરી દરમિયાન અવસાન પામેલ સરકારી કર્મચારીઓને મકાન બાંધકામ પેશગીની બાકી વસુલાત માંડવાડ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૫% નિયત કરવામાં આવેલ હતો. તેના સ્થાને માંડવાળ માટે વધારાના વ્યાજનો દર ૦.૨૫% નિયત કરવામાં આવે છે.
(૩) કર્મચારી ૧૮ અંદર નિવૃત્ત થવાનો હોય ત્યારે નિવૃત્તિના જેટલા બાકી હોય તેટલા તેટલા ૩/૪ ભાગમાં મુદ્દલ અને ૧/૪ ભાગના સમયગાળામાં વ્યાજની વસૂલાત કરવાની રહેશે. પરંતુ આ સંજોગોમાં વસૂલાતનો હપ્તો બેઝિક પગારના ૪૦% થી વધવો જોઇએ, તે મુજબ પેશગી મંજૂર કરવાની રહેશે. આમ છતાં, બાકી મકાન બાંધકામ પેશગી પ્રવર્તમાન નિયમોનુસાર ગ્રેજ્યુઈટીમાંથી વસૂલ કરવાની રહેશે.
(૪) પતિ- પત્ની બંને રાજ્ય સરકારના નિયમિત કર્મચારી હોય તો તેવા કિસ્સામાં મકાન પેશગી મંજૂર કરવા માટે પતિ-પત્ની બંનેની સંયુક્ત આવક ધ્યાને લઇ પેશગી પેશગી મંજૂર કરવાની રહેશે.
(૫) સમગ્ર સેવાકાળ દરમિયાન એક જ વખત મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે.
(૬) બાંધકામ ટૂંક સમયમાં થનાર હોય અથવા બાંધકામ ચાલુ હોય તેવા ફ્લેટના કિસ્સામાં એકસાથે પેશગી કરવાને બદલે ત્રણ તબક્કામાં પેશગી મંજૂર કરવાની રહેશે. (બાનાખત થયેથી કુલ પેશગીના ૪૦%, ફ્લેટનું સ્ટ્રક્ચર ઉભું થયેથી કુલ પેશગીના બીજા ૪૦% તથા સ્કીમમાં વોટર, લીફ્ટ, કોમન એરીયા, ઇલેક્ટ્રીક ફીટીંગ વગેરેનું કામ પૂર્ણ થયેથી કુલ પેશગીના બાકી રહેતા ૨૦%)
નિયમિત ભરતી નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીના ફિક્સ પગારના વર્ષના સમયગાળાને મકાન બાંધકામ હેતુ માટે ધ્યાને રહેશે. પરંતુ નિયમિત પગાર નિમણૂકના હુકમો થયા બાદ તેઓને મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે.
વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવની અન્ય શરતો. આ ઠરાવ થયા તારીખે જે કેસમાં પેશગી મંજૂર કરવાની બાકી હોય તેવા આ ઠરાવ મુજબ નિર્ણય રહેશે, જે કેસમાં પેશગી કરવાના હુકમો કરવામાં આવેલ હોય તેવા તેવા કેસની પુન: વિચારણા કરવાની રહેશે નહિ.